તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજી હાઈ-વે પર સ્ટ્રીટલાઇટ ફિટ કરવા સાંસદની રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી શહેરમાં પસાર થતાં નેશનલ હાઈ-વે રોડ પર અંધારપટ દૂર કરવા સ્ટ્રિટલાઇટ ફીટ કરવા સાંસદ રમેશભાઈ ધડૂક દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી હતી. ધોરાજી શહેરમાંથી પસાર થતા પોરબંદર નેશનલ હાઈ-વે પર ભૂતવડ ચોકડી, ડ્રિમ ઈન્ટરનેશનલ સ્કૂલ, માર્કેટિંગ યાર્ડ ઓવરબ્રીજ, જામકડોરણા ચોકડી ઓવરબ્રીજ તથા ભૂખી ચોકડીથી ભાદરડેમ-2 રોયલ ગર્લ્સ સ્કૂલ સુધી રાત્રીના અંધારપટ રહેતુ હોય આ વિસ્તારના લોકોની અવરજવર વાળો વિસ્તાર હોય લાઈટીંગ ફીટીંગ કરાવવાની લોક માગ ઘણા સમયથી ઉઠવા પામી હતી. માર્કેટિંગ, સ્કૂલો સહિતના ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને લાઈટીંગ ફીટીંગ કરાવવા માગ કરાઇ હતી. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકને રજૂઆત કરાતા સાંસદ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને ધોરાજી શહેરમાથી પસાર થતા હાઈવે રોડ પર લાઈટીંગ ફીટીંગ કરાવવા ની કાયવાહી કરાવવાં રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...