ગોંડલના મોવિયા શ્રીનાથગઢ રોડ પર બપોરના પુરપાટ ઝડપે દોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના મોવિયા શ્રીનાથગઢ રોડ પર બપોરના પુરપાટ ઝડપે દોડી આવી રહેલ કારે બાઈકને અડફેટે લેતા અમરેલીના આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીના ચિતલરોડ પર રહેતા પૂર્વ સમાજ કલ્યાણ ન્યાય સમિતિના ચેરમેન તેમજ અનુસૂચિત જાતિ નિગમ બોર્ડના સદસ્ય પ્રેમજીભાઈ કાનજીભાઈ માધડ ઉ.વ. 55 , આજરોજ ગોંડલ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ માં આવ્યા હતા બાદમાં પરત મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે મોવિયા શ્રીનાથગઢ રોડ પર પુરપાટ ઝડપે દોડી આવી રહેલ કારે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ તાલુકા પોલીસ તેમજ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડને થતા સરકારી દવાખાને દોડી ગયા હતા અને પ્રેમજીભાઈ ના પરિવારને જાણ કરાઈ હતી. પ્રેમજીભાઈ ને સંતાનમાં ચાર દીકરા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...