તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અયોધ્યામાં રામ મંિદર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને મોરબીમાં આવકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાસો વર્ષ જેટલા સમયથી આયોધ્યામાં રામ મંદિર મુદે ચાલતા વિવાદ મુદે સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેને દેશભરમાં લોકોએ વધાવી લીધો હતો. ચુકાદામાં કોઈ પણ પક્ષ તરફથી સ્વીકારી શાંતિ ભાવના જાળવી રાખી હતી, દેશના તમામ હિંદુ સંગઠનોમાં ચુકાદાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ સંગઠન આ નિર્ણયને આવકારી રહ્યા છે ત્યારે મોરબી ખાતે રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી, ફટાકડા ફોડીને અયોધ્યા ચુકાદાને વધાવ્યો હતો. મોરબીના દરબારગઢના રામ મહેલ મંદિરે સર્વે હિંદુ સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, મહાકાલ ગ્રુપ, કરણી સેના, પરશુરામ યુવા ગ્રૂપના સંગઠનના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...