તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદી પાણીના મહતમ સંગ્રહ સાથે વધુ જળરાશી ઉપલબ્ધ થાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વરસાદી પાણીના મહતમ સંગ્રહ સાથે વધુ જળરાશી ઉપલબ્ધ થાય તથા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તેવા હેતુ સાથે ધોળકા તાલુકાના વાસણા ગામે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લાકક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ થયો હતો. અમદાવાદ જિલ્લામાં વારણા ગામે 40 હેક્ટરના તળાવને ઊંડા કરવાના કામના આરંભ સાથે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 1372 લાખના ખર્ચે અલગ અલગ પ્રકારના કુલ 453 કામો હાથ ધરાશે. શહેરી વિકાસ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જળસંચયના વિવિધ કામો આગામી 31 મે સુધીમાં પૂર્ણ કરાશે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાણીની સમસ્યા ઉદભવવાના કારણોની છણાવટ કરી તેના ઉકેલ માટે જણાવ્યું હતું કે, ધરતી એ પાણીની બેંક છે, ધરતીમાં પાણી ખુટશે તો સમસ્યા જન્મશે. પાણીના તળ નીચા જશે પણ જો ધરતીમાં પાણીનો સંગ્રહ કરીશું તો તળ ઊંચા આવશે અને રાજ્ય કે દેશમાં જો જળસંચય પ્રક્રિયા, અભિયાન આરંભાય તો પાણીનો પ્રશ્ન હલ થશે.

અમદાવાદ જિલ્લામાં જળસંપતિ વિભાગ દ્વારા 822 લાખના ખર્ચે 222 તળાવો ઉંડા કરાશે. આ તળાવો ઉંડા કરાતા 27,40,606 ક્યુબિક મિસ્ટર માટીકામ સાથે વિપુલ જળરાશિનો સંગ્રહ થશે. ગ્રામવિકાસ વિભાગ દ્વારા રૂા.12.72 લાખના ખર્ચે 26 ખેતતલાવડી થશે. તેનાથી 8300 ઘનમીટર માટીકામ થતા જળસંગ્રહ થશે. વોટરશેડ અંતર્ગત ૬ ચેકડેમ બનશે. ગ્રામવિકાસ વિભાગ દ્વારા રૂા.163 લાખના ખર્ચે 28 તળાવો ઉંડા કરાતા 78300 ઘનમીટર માટી કામ થતા જળસંચય થશે.

જળસંપતિ વિભાગ દ્વારા 2.46 લાખના ખર્ચે ચાર નહેરોના સ્ટ્રક્ચરની સફાઈ કામગીરી હાથ ધરાશે. 10 એચ.આર. ગેટ સમારકામ હાથ ધરાશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા ટાંકી, સંપ, ઈન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઈના કામ પણ હાથ ધરાશે. ઉપરાત ગટરની કાંસ સફાઈના 15 કામ પણ હાથ ધરાશે. વારણાનું તળાવ ઉંડુ થતા 10000 ઘનમીટર માટીકામ ૩૫ એમસીએફટી પાણીનો સંગ્રહ થશે. શિક્ષણમંત્રીએ ઉપરોક્ત તમામ કામગીરીને પરીણામલક્ષી ગણી જણાવ્યું કે વરસાદની અનિયમિતતાને કારણે ખેતીમાં મુશ્કેલી ઊભી થઇ છે. આથી વરસાદી પાણીને સંગ્રહ કરીએ તો સિંચાઈના વધારાના સ્ત્રોતનો લાભ મળશે. અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો