તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીશ્યામ રોડ પર 10 દિ’ પૂર્વે અકસ્માતમાં વધુ 1 યુવાનનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોકડવા-તુલસીશ્યામ રોડ પર 10 દિવસ અગાઉ બે બાઇક સામસામે અથડાઇ જતાં બે યુવાનનાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જયારે એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં તેનું પણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ગીરગઢડા તાલુકાના ધોકડવાથી બે કિ.મી. દૂર તુલસીશ્યામ રોડ પર દશ દિવસ પહેલા સવારના સમયે બે બાઇક સામ સામે ધડાકાભેર અથડાતા બન્ને બાઇક ચાલક યુવાનોના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નિપજેલ હતા. જ્યારે કોડીનારના અરેઠીયા ગામેથી ચિખલકુબા ગામે લગ્ન પ્રસંગે આવેલ મયુરસિંહ દડુભા ગોહીલ (ઉ.વ.20) ને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. રોડ પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. અને ઇમરજન્સી એમ્બયુલન્સ મારફતે પ્રથમ સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડેલ જ્યાં તેમની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ જ્યા યુવાનને દશ દિવસ સુધી સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો