તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજા પંથકમાં 30 થી વધુ ગામો એસ.ટી. બસ સુવિધાથી હજુ વંચિત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજાનાં અંતરિયાળ ગામો એસ.ટી બસ સેવા થી હજુ પણ વંચિત રહી જવા પામ્યા છે. એસ.ટી નાં અભાવે જીવના જોખમે ખાનગી વાહનો માં વિદ્યાર્થીઓને મુસાફરી કરવી પડે છે.

તળાજા શહેર તાલુકો ખેતીવાડી - અને ગ્રામ વિકાસ ક્ષેત્રે પ્રગતિશીલ હોવા છતા.આઝાદી નાં સાત દાયકા બાદ તાલુકાનાં અનેક ગામો એસ.ટી પરિવહન સુવિધા થી હજુ પણ વંચિત છે. તળાજા શહેર તાલુકા નું મુખ્ય કેન્દ્ર હોઇ આજુ બાજુ નાં તેમજ દૂર દૂરનાં અંતરિયાળ ગામોમાંથી તળાજા આવવા કે અન્યત્ર જવા માટે એસ.ટી બસ ની સુવિધા નાં આભાવે આવા વિસ્તાર નાં ઉતારૂઓ કે વિદ્યાર્થીઓ ને ના છુટકે ખાનગી વાહનોમાં જોખમ ભરી સવારી કરીને મુસાફરી કરવી પડે છે આ ગામ નાં લોકો વિદ્યાર્થીઓ રજુઆતો કરી કરી ને થાકી ગયા છતા તંત્ર દ્રારા હળાહળ ઉપેક્ષા સેવવાં માં આવી રહી છે.

આ ગામોનાં ખેડૂતો,ખેત મજુરો, હીરાનાં કારીગરો, વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કે ટેમ્પા, છકડામાં જોખમી મુસાફરી કરવી પડે છે. જરૂરી હોવા છતા પ્રવાસ કરી શકતા નથી ચાર માસ પહેલા. તળાજા નાં નવા એસટી સ્ટેન્ડ નાં ઉદઘાટન સમયે નેતાઓ અને અધિકારી ઓ એ એસ.ટી સુવિધાનો ગ્રામ્ય વિસ્તાર માં વધારો કરવા નવા શિડયુ અલમાં આયોજન કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી. સુવિધા થી વંચિત ગામડાઓને આવરી લઇને સરકયુલર રૂટોની ગોઠવણી કરીને ઉતારૂ સુવિધા પુરી પાડવામાં આવે તેવી આમ પ્રજાની પ્રબળ લોકમાંગ છે.

આ રહ્યાં એસ.ટી.સુવિધા ઝંખતા ગામો
તળાજા નાં નાની મોટી બાબરીયાત,નાની મોટી માંડવાળી,માયધાર,નેસવડ,હમીરપરા,ભારોલી,મામસી, શેવાળીયા, ભેગાળી,દાત્રડ,ઉપરાંત હાજીપર, છાપરી,ઘાણા,ખારડી,કોદીયા,બેલડા,પાદરગઢ,કુંડવી,રામપરા,પાદરી(ભમ્મર),શેળાવદર, વાવડી,ભૂંગર,ગાઘેસર,બોડકી જેવા અંતરીયાળ ગામડા ઓ તથા કંઠાળ વિસ્તાર નાં નીચડી,મહાદેવપરા ,સખવદર,મંગેળા, ઇસોરા,પાદરી(ગોહીલ),તખતગઢ,ભારાપરા,મથાવડા આસપાસ નાં ગામો નાં લોકો એસ.ટી બસ ની સેવા ની વર્ષોથી રાહ જોઇ રહયા છે.

નવા વાહનો ફાળવાશે એટલે સુવિધા મળશે
નવા રૂટ માટે વિભાગીય કચેરીમાં રજુઆત કરવામાં આવેે છે. નવા વાહનોની ફાળવણી અને સર્વે કરીને આ અંગે યોગ્ય કરવામાં આવશે. પ્રદીપસિંહ ગોહિલ, ડેપો મેનેજર તળાજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો