Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં જૈનમુનિની નિશ્રામાં શ્રદ્ધાળુઓએ ભાવથી કર્યા 18 કરોડથી વધુ નવકાર જાપ
મોરબીમાં જૈન ધર્મના જયદર્શન મુનિની 30મી દીક્ષા તિથીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.તે દરમિયાન આ જૈન મુનિની નિશ્રામાં શ્રદ્ધાળુઓએ 18 કરોડ નવકાર જાપ કર્યા હતા. જૈન ધર્મના જયદર્શન મુનિ વિહાર કરતા કરતા મોરબી આવી પહોંચ્યા હતા અને આ જૈન મુનિએ મોરબીમાં 27 દિવસ સુધી રોકાણ કર્યું હતું.એ દરમિયાન આ જૈન મુનિની 30 મી દીક્ષા તિથિની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં તેમણે 27 દિવસના રોકાણ દરમિયાન 18 કરોડ નવકાર મંત્ર જાપ કરાવ્યા હતા.આ નવકાર મંત્ર જાપમાં આશરે 190 જેટલા ભાવિકો જોડાઈને આ 18 કરોડ નવકાર મંત્ર જાપ કર્યા હતા.આ જૈન મુની પગપાળા વિહાર કરે છે અને એ દરમિયાન અત્યાર સુધીમાં 28 વર્ષોમાં 28 હજારથી વધુ આરાધકોને 27 અબજથી વધુ નવકાર મંત્ર જાપ કરાવ્યા છે.તેઓ જ્યાં જ્યાં વિહાર કરવા જાય છે ત્યાં ત્યાં આ નવકાર મંત્ર જાપ કરાવે છે.તેમનો 36 અબજ નવકાર મંત્ર જાપ કરાવવાનો દ્રઢ સંકલ્પ છે.આજે તેમની 30 મી દીક્ષા તિથિની મોરબી.નગર પ્લોટ જૈન ઉપાશ્રય ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.