તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળીનાં વેલાળા ગામનાં 100થી વધારે લોકો ભાજપમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી તાલુકામાં રાજકારણ હંમેશા અલગ પ્રકારનું ખેલાતુ હોય છે.ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીનું બ્યુંગલ ફુંકાઇ ચુંક્યું છે. બન્ને પક્ષ કોઇપણ ભોગે લડી લેવાનાં મુડમાં છે અને ખાનગી બેઠકોનો દોર શરૂ કર્યો છે. મૂળી ભાજપ દ્વારા ગ્રામ્યવિસ્તારમાં બૂથલેવલે મીટીંગો યોજવામાં આવી રહી છે. મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે યોજાયેલ બેઠકમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ પુર્વ સરપંચ જ્યોતિષભાઇ મકવાણા બલાભાઇ ભરવાડ સહિત 100થી વધુ કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનુ કમળ પકડતા સમગ્ર વિસ્તારમાં ગરમાવો ફેલાયો છે. ડીસ્ટ્રીક્ટબેંકનાં ચેરમેન હરદેવસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, નવુભા ઝાલા, મહેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...