મોરબીમાં દેવું વધી જતાં ઘરે ચિઠ્ઠી મુકી પતિ-પત્ની લાપતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના શનાળા ગામ નજીક આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતી અચાનક ઘરેથી ગુમ થઈ ગયા છે. ઘરેથી નીકળતા પહેલા એક ચિઠ્ઠી મુકતા ગયા હતા જેમાં તેમણે દેવું વધી ગયું હોય અને ચૂકવી શકે તેમ ન હોવાથી ઘરેથી દૂર જતાં રહ્યાં હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે દંપતીનાં ભાણેજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મૂજબ મોરબીના શનાળા ગામ નજીક આવેલા શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા અને મોબાઇલની દુકાન ચાલવતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ રાઠોડને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી હિપાભાઇ નામના શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા. જે સમયમર્યાદામાં ચૂકવી ન શકતા ગભરાઈ ગયા હતા. જેથી પ્રકાશભાઈ અને તેમની પત્ની હેતલબેન પ્રકાશભાઈ રાઠોડ એક સપ્તાહ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયા હતા.

ગૂમ થયા બાદ તેમના ઘરમાંથી પ્રકાશભાઈની એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમના ભાણેજ જતીનને ઉદેશી લખ્યુ હતું કે, હિપાભાઈ પાસે મોટી રકમનું દેવું થઈ ગયું હોય અને ગૂમ થયાનાં દિવસે ચૂકવવાનું હોય પણ તેઓ ચૂકવી શકે તેમ ન હોવાથી ઘર છોડી જતાં રહ્યાં હોવાનું લખ્યુ હતુ. પ્રકાશભાઈએ ફરી પાછા આવશે કે નહીં તેનું કંઇ નક્કી ન હોવાનું કહીં તેમના પુત્ર માનવને પણ ભાણેજ પાસે મૂકીને જતાં રહીં તેનું પણ ધ્યાન રાખવા જણાવ્યું હતુ. ચિઠ્ઠી મળ્યા બાદ પરિવારજનોએ દંપતીની શોધખોળ કરી હતી. જો કે તેઓ મળી ન આવતા જીમીત દિલીપભાઈ પરમારે તેમના મામા અને મામી ગૂમ થયાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગૂમ થયેલા દંપતીની શોધખોળ શરૂ કરી છે. સાથો સાથ ચિઠ્ઠિ મામલે પણ તપાસ આરંભાઇ છે.

અન્ય સમાચારો પણ છે...