તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીની સિવિલમાં બાળકોને ઇંજેક્શન આપતા પહેલા નશ શોધવાનું મશીન જ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલને રાજય સરકાર દ્વારા મેડિકલ કોલેજ શરૂ કરી હોસ્પિટલને વધુ અદ્યતન બનાવવા જાહેરાત કરી છે. જોકે સરકાર દ્વારા આ પૂર્વે સીવીલ હોસ્પિટલનાં સત્તાધીશ મેડીકલ કોલેજને લાયક છે કે કેમ તે તપાસ કરવી જરુરી છે.કારણ કે સીવીલ માં પૂરતા ડોકટર,જરૂરી દવા, કે અન્ય સુવિધાઓ જે પ્રાથમિકકક્ષાની કહી શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શકે તેવા સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે. સિવિલમાં છાસવારે અલગ અલગ દવા કે ઇંજેક્શનના સ્ટોક ખાલી થઈ જતા હોય છે અને તે ખાનગી મેડિકલ સ્ટોર પાસેથી લેવા મજબુર બનતા હોય છે. કેટલીક જરૂરી મશીનરી પણ સત્તાધીશ વસાવી શકતા નથી.

મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા બાળકો કે સિનિયર સિટીઝનની વેન (નસ) શોધવા ભારે તકલીફ પડતી હોય છે. જેના માટે વેન શોધક મશીન હોવું જરૂરી છે. જેથી વેન શોધક માટે વધુ પંકચર ન કરવા પડે હાલમાં નાના બાળકોની કે કોઈ સિનિયર સિટીઝનને એડમીટ કરવામાં આવે તો તેણી વેન શોધવામાં પાંચ થી પણ વધુ પંકચર કરે છે. તો અમુક દર્દીઓ માં તો ૧૦ -૧૦ પંકચર છતાં પણ વેણ મળતી નથી. આ માટે અવાર-નવાર દર્દીઓ ના સગા અને ફરજ પર ના સ્ટાફ વચ્ચે ચકમક પણ થાય છે. બજારમાં આવા મશીનની કિંમત 1500થી 2000 હજાર જ્યારે હોસ્પિટલમાં ઉચ્ચકક્ષા રજુઆત કરી મેળવવાની હોય છે આવી સામાન્ય ચીજ વસ્તુઓ વિના દર્દીઓ કારણ વિનાં પીડાઈ રહ્યા છે તેમ છતાં મોરબી હોસ્પિટલ તંત્ર આવી મશીન વસાવવામાં જાણે રસ ન હોય તેમ લાગી રહ્યું છે. સીવીલનાં સત્તાધીશ દ્વારા મશીનની ખરીદી અથવા રાજય સરકારનાં જે તે વિભાગ સમક્ષ રજુઆત કરી મેળવી અને એસએનસીયું, ઈમરજન્સી વોર્ડ, બાળકો ના વોર્ડ, અને મેડીકલ વોર્ડમાં વેન શોધક મશીન ફાળવવામાં આવે તેવી માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો