તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમિલનાડુના ગુમ યુવાનને મોરબી પોલીસે શોધી કાઢ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમિલનાડુનો એક યુવાન ગુજરાતમાં મજુરી કામે આવ્યા બાદ લાપતા બની ગયો હતો. આ યુવાનનો સંપર્ક ન થતા તેના પરિવારજનોએ તેમના પુત્રને મોરબીમાં ગોંધી રાખયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તમિલનાડુની પોલીસ યુવાનની શોધખોળ માટે મોરબી આવી હતી. તેથી મોરબી તાલુકા પોલીસની તપાસમાં આ યુવાન હેમખેમ મળી આવ્યો હતો.પોલીસે યુવાનને શોધી કાઢીને તમિલનાડુ પોલીસને સોંપી દીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તમિલનાડુ રાજ્યમાં રહેતા શિવરાજ ઉર્ફે શિવો દોઢ વર્ષ અગાઉ મોરબી જિલ્લામાં મજુરી કામે આવ્યો હતો. આ યુવાન મોરબી જિલ્લામાં મજુરી કામે આવ્યા બાદ જાન્યુઆરી 2019 સુધી તેના પરિવાર સાથે કોન્ટેકમાં રહ્યો હતો. બાદમાં તેનો સર્પક પરિવાર સાથે તૂટી ગયો હતો.આથી શિવરાજના પિતા વિરપ્પન પાલાનીપાડીએ ગત તા.25 ઓગસ્ટના રોજ તમિલનાડુ પોલીસ સ્ટેશનમાં પોતાનો પુત્ર ગુમ થયાની નોંધ કરાવી હતી અને ત્યારબાદ તમિલનાડુ હાઇકોર્ટમાં તેમણે અરજી કરી હતી. તેમજ મોરબી જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને પોતાનો દીકરો મોરબીના નવગામેં આવેલ અજવીટો કારખાના મેન્યુફેક્ચરિંગમાં ગેરકાયદે ગોંધી રાખ્યો હોવાની આશંકા દર્શાવી હતી. આથી મોરબી તાલુકા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન તમિલનાડુ પોલીસ યુવાનની તપાસ માટે આવી હતી જેમાં મોરબી તાલુકા પોલીસે સહયોગ આપીને તપાસ કરતા લાપતા થયેલો યુવાન માળીયા નજીક દેવ સોલ્ટ કારખાનામાં મજુરી કામ કરતો હોવાનું તથા હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે ત્યાં જઈને યુવાનને શોધી કાઢી તમિલનાડુ પોલીસને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...