તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં હવે 230 વેપારીઓને રાત્રે બે વાગ્યા સુધી દુકાન ખૂલી રાખવાની મંજૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં રાત્રીનાં 2 વાગ્યા સુધી શોપ ખુલ્લી રાખી ધંધો કરવા માંગતા વેપારીઓ માટે પાલિકા દ્વારા નોધણી કરવામાં આવી હતી જેમાં કુલ 230થી વધુ દુકાનદારોએ અરજી કરી હતી. આજે આ તમામ વેપારીઓને મોડી રાત સુધી તેમજ હાઇવે, બસ સ્ટેન્ડ, સીવીલ હોસ્પિટલમાં સહિતના વિસ્તારોમાં દુકાન શરૂ રાખવા મંજૂરી મળી ચુકી છે. આગામી દિવસમાં મંજૂરીવાળા વેપારીઓની દુકાન શરૂ રાખી શકે છે.

રાજય સરકાર દ્વારા નગરપાલિકા,મહાનગર પાલિકા નેશનલ કે સ્ટેટ હાઇવે વિસ્તારમાં આવેલી હોટેલ કે દુકાન મોડીરાતનાં 2 વાગ્યા સુધી પરવાનગી આપી હતી તો બસ સ્ટેશન,રેલવે પ્લેટફોર્મ,પેટ્રોલપંપ શરૂ રાખી શકશે તે માટે શોપ એન્ડ એસ્ટેબ્લીસ્ટ એક્ટ 2019ને મંજુરી આપી દીધી હતી.

મોરબીમાં પણ પાલિકા દ્વારા શોપ એન્ડ એસ્ટેબ્લીસ્ટ એક્ટની અમલવારી શરૂ કરતાં જે પણ વેપારીઓ 2 વાગ્યા સુધી દુકાન ખુલી રાખવા માંગતા વેપારીઓની નોંઘણી કાર્યવાહી હાથ ધરી હતી. અને જેમાં 230 વેપારીઓએ અરજી કરી હતી.આ તમામ વેપારીઓને મંજૂરી આપી હતી.

મંજૂરી અપાયેલ વેપારીઓને આજે ટાઉનહોલ ખાતે મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા.આગામી દિવસમાં આ તમામ વેપારીઓ મોડી રાત સુધી ખુલ્લી રાખશે.જોકે. મંજુરી સિવાય તેમજ લારી ખુલ્લી રાખી શકશે નહી.

અન્ય સમાચારો પણ છે...