તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંબા સમયથી પડતર માંગણીઓ મુદે છેલ્લા 15 દિવસથી મોરબી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાંબા સમયથી પડતર માંગણીઓ મુદે છેલ્લા 15 દિવસથી મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓ જેવા કે એમપીએચડબ્લ્યુ, એફપી ડબ્લ્યુ,એમપી એચ એસ તેમજ એફએચએસ સહિતના કુલ 330 જેટલા કર્મીઓ હડતાળ પર ઉતરી જતા સમગ્ર જિલ્લામાં પીએચસી,સબ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર સહિતના આરોગ્ય સેવા કેન્દ્રમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.નવજાત શિશુથી લઈ 16 વર્ષ સુધીના બાળકોને અલગ અલગ ગંભીર બિમારથી અટકાવવા આપવામાં આવતી રસિકરણની કામગીરી સાવ ઠપ્પ થઈ ગઈ છે. સામન્ય રીતે મોરબી જિલ્લામાં દર મહિને 2000 જેટલા બાળકોને અલગ અલગ રસિકરણ કરવામાં આવતું હોય છે. જે કામગીરી આ આરોગ્ય કર્મીઓની સીધી દેખરેખમાં થતું હોય છે. જો કે આરોગ્ય કર્મીની હડતાળને પગલે આ ચાલુ મહિનામાં આ 2000 જેટલા બાળકોની રસીકરણ થઈ શકશે નહીં આ ઉપરાંત જિલ્લા ભરનાં ગામડાનાં ગરીબ સગર્ભા માતા જે શહેરમાં પ્રસુતી માટે આવી શકે તેંમ ન હોય તેવી સગર્ભા મહિલાઓનાં રેગ્યુલર ચેક અપ, સોનોગ્રાફી અને જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ થઈ શક્યા નથી તો કેટલાક ગામડાં એવા છે જ્યાં પીએચસી,સબ સેન્ટર,સહિતનાં આરોગ્ય કેન્દ્રમાં થતી નોર્મલ ડિલિવરી ન થતી હોવાથી ન છૂટકે શહેર તરફ આવવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેકસન જેવા કે શન્કાસ્પદ તાવ કેસ,મેલેરીયા ડેન્ગ્યુ સહિતની બીમારીઓ અટકાવવા આગમચેતી પગલાં માટે આરોગ્યકર્મીની કામગીરી અગત્યની હોય છે. જોકે 15 દિવસથી તેમની હડતાળને કારણે તમામ કાર્યવાહી ઠપ્પ થઇ ચુકી છે. જો વહેલી તકે આરોગ્ય કર્મીઓ અને સરકાર વચ્ચે સમાધાન કરી વલણ ન અપનાવાય તો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સેવા માટે ગરીબ દર્દીઓની હાલત કફોડી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો