તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી જિ. પં.ની કારોબારી સમિતિની આજે બેઠક મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લા પંચાયતમાં આવતીકાલે તા.27 સપ્ટેબરને શુક્રવારે બપોરે 3:30 વાગ્યે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને મળશે.બેઠકમાં અલગ અલગ વિભાગના બાકી રહેલા વિકાસ કામની મંજૂરી વિવિધ એજન્ડાઓ રજૂ કરવામાં આવશે. વરસાદ બાદ ધોવાઈ ગયેલ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા કોઝવે અંગે ચર્ચા તેમજ ભારે વરસાદી પાકમાં થયેલ નુકશાન અને વળતર અંગે ચર્ચા થસે આ કારોબારી બેઠકમાં તમામ સદસ્યોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ અનેક વાર સપાટી પર આવ્યો છે.જોકે જિલ્લા પંચાયતમાં હમણાંથી સખળ ડખળ શાંત છે.

અન્ય સમાચારો પણ છે...