તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભાના હસાપરા વિસ્તારમાં રહેતા મોહનભાઇ ભીખાભાઇ 80 વર્ષને વટાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભાના હસાપરા વિસ્તારમાં રહેતા મોહનભાઇ ભીખાભાઇ 80 વર્ષને વટાવી ચુકયા છે. પરંતુ આજે પણ તેમની સ્ફૂર્તિ યુવાન લોકોને શરમાવે તેવી છે. પાછલા ઘણા વર્ષોથી મોહનભાઇ વરિયાએ લોક સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું હોય તેમ તેઓ દ્વારા દર વર્ષે ચોમાસા અને શિયાળામાં ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરે છે. એક તરફ ખાંભા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે હાલ ઘેર ઘેર રોગચાળો જોવા મળી રહ્યો છે.

મોહનભાઇ વરિયા જ્યારે બજારમાં નીકળે ત્યારે દવાખાનામાં લોકોની લાંબી લાઇન જોઈ વ્યથિથ થાય છે. અને લોકોને આ રોગચાળા સામે લડવા માટે રોજ સવારે વહેલા ઉઠી દેશી બનાવટનો 40 થી 50 લીટર ઉકાળો તૈયાર કરી પોતાની મોટર સાયકલ ઉપર 20 લીટર બાંધી ઉભી બજારે નીકળે છે. જ્યારે લોકો પણ આ ઉકાળો હોંશે હોંશે પીવે પણ પણ છે. ત્યારે આ ઉકાળો નિયમિત સેવન કરવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મોહનભાઇની આ સમાજ સેવાની ખાંભાના તમામ લોકો સરાહના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...