સમગ્ર વલભીપુર પંથકમાં મોબાઇલ કવરેજના ધાંધીયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્ભીપુર બ્યુરો | 11 ડિસેમ્બર

વલભીપુર શહેર તેમજ પંથકમાં છેલ્લાં ઘણાં સમયથી મોબાઇલ સીમ કાર્ડ પ્રોવાઇડર કંપનીઓ દ્વારા કોલ કવરેજની તેમજ ઈન્ટરનેટ સેવા આપવામાં લંગડાતી જાય છે.

મોબાઇલ ફોનનો વ્યાપ દિન-પ્રતિદિન વધતા ઈન્ટરનેટ યુઝર્સ અને લો કોસ્ટ કોલની સીમ કાર્ડ પ્રોવાઇડર કંપનીઓ જીઓ, વોડાફોન, આઇડીયા, એરટેલ, BSNL સહિતની કંપનીઓ દ્વારા બજારમાંથી વધુ ગ્રાહકો પોતાની કંપનીનું સીમ કાર્ડનો ઉપયોગ કરે તે માટે એક કરતા વધુ સ્કીમો ગ્રાહકોને લલચાવા માટે આપતા હોય છે. ઈન્ટરનેટની સ્પીડ ધીમી, કોલ ડ્રોપ વધુ થવાથી વારંવાર ફોન પર વાત કરવી પડે ઉપરાંત રીસીવરમાં ઉંડા અવાજો સાથે અસ્પષ્ટ સંભાળાતો હોવાની સાથે વલભીપુરનાં ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં કવરેજની મુશ્કેલીઓની વ્યાપક ફરીયાદો છે પરંતુ વલભીપુરનાં ચમારડી ગામથી ઘાંઘળી અને ઘાંઘળીથી કરદેજ ગામ સુધી કવરેજ આવતું નથી અને ઈન્ટરેનટ કવરેજની પણ આ હાલત છે.

ગ્રાહકોનાં જણાવ્યા અનુસાર જ્યારથી સસ્તી સેવાઓ આપવા માટે અલગ અલગ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઇની શરૂઆત થઇ છે ત્યારથી મોબાઈલ સેવા પુરી પાડતી કંપનીઓ જાણે સસ્તી સેવા આપવાની હરીફાઇની સાથોસાથ કથળતી સેવા આપવાની હરીફાઇમાં ઉતરી હોય તેમ જણાય છે.