પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ચોપાટી અને પ્રવાસન નિગમની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ચોપાટી અને પ્રવાસન નિગમની તોરણ હોટલની મુલાકાત લીધી હતી. મંત્રીએ રોજગાર ભરતી મેળાના કાર્યક્રમ બાદ ચોપાટી ખાતે ચાલી રહેલા પ્રવાસનના કામો અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વેરાવળમાં રાજેન્દ્રભુવન રોડ પર પ્રવાસન નિગમની તોરણ હોટલનું નવા ભવનનું કામ ચાલે છે. મંત્રીએ આ નવનિર્મિત બિલ્ડીંગની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળએ રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સહિતના અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંકલિત બાળ વિકાસ યોજના કોડીનાર દ્વારા \\\" પોષણ વર્કશોપનું આયોજન કરાયું
અન્ય સમાચારો પણ છે...