તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવડીની સીમમાં દેશીદારૂનંુ મિનિ કારખાનું ઝડપાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા પંથકમાં દેશીદારૂના અડ્ડા મોટાપાયે ધમધમી રહ્યા છે. ત્યારે વાવડી ગામની સીમમા લાંબા સમયથી ગેરકાયદે દેશી દારૂ ભઠ્ઠી ચાલતી હતી તેની અનેક ફરીયાદ પોલીસતંત્રને મળી રહતી. આથી જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમે બાતમીના આધારે વાવડી ગામની સીમમા ભરાડા રોડ પર ચાલતી દારૂ ની ભીઠી પર રેડ પાડી હતી.

આથી પોલીસને જોઈને આરોપી મોતીભાઈ સવાભાઈ કોળી ચાલુ ભઠ્ઠી મુકી ભાગી ગયા હતા. બનાવ સ્થળેથી 1950 લીટર દેશીદારૂના આથો, 105 લીટર દેશીદારૂ, ગેસનો બાટલો, ચુલો, પાઈપલાઈન, બેરલો, તપેલા સહિત 12 હજારનો મુદામાલ ઝડપી પાડાયો હતો. આ દરોડામાં પીઆઈ ડી.એમ. ઢોલ, પીએસઆઇ વી. આર. જાડેજા અને સ્ટાફે કામગીરી કરી હતી. આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ગુનો નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો