તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડાની આશાવર્કરો વિવિધ પ્રશ્નો સાથે હડતાળ પર ઉતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સરકારે આશાવર્કરોનો પગાર વધારો કર્યો છે. ત્યારે સરકારે એક બાજુ આશાવર્કરોના પગાર વધારો આપી બીજી બાજુ વાઉચરના પૈસા બંધ કરી દેતા આશાવર્કરનો પગાર ત્યા ને ત્યાં જ રહે છે. આવા અનેક પ્રશ્નોને લઇ મેંદરડા તાલુકાની આશાવર્કર બહેનો દ્વારા અચોક્કસ મુદ્દત હડતાળ પર ઉતરી રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે સરકારનાં કહેવા પ્રમાણે પોલીયો, શાળા આરોગ્ય, આયુષ્યમાન ભારત, માં વાત્સવલ્ય કાર્ડ સહિતની કામગીરી નિષ્ઠા પૂર્વક કરવા છતાં અમોને પુરતું વેતન મળતું નથી. સરકારે પગારમાં વધારો કર્યો છે તો બીજી તરફ વાઉચરનાં પૈસા મળતા બંધ કરીને અમારી સાથે અન્યાય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો