તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદના સ્મશાનમાં રસ્તા બંધ થઈ જતા લોકોને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ વેગડવાવ રેલવે ફાટક નજીક વિચારી તળાવ પાસે રાવળદેવ સમાજનુ સ્માશાન આવેલુ છે. વર્ષોથી સ્મશાનના રસ્તા પર ગાંડા બાવળના ઝૂંડ જામેલા છે. બીજી બાજુ પાણીથી તળાવ ભરેલુ છે. હળવદના રાવળ દેવ સમાજે આ રસ્તો ખુલ્લો કરવા અને વિચારી તળાવે નાળુ બનાવવા હળવદ નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. આાવેદન પત્રમાં જણાવ્યા મુજબ અમારા સમાજના કોઈ વ્યક્તિ અવસાન પામે ત્યારે અમારે સ્મશાન યાત્રામાં જવા માટે રસ્તા બંધ હોવાથી અને બાવળના ઝૂંડથી પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આ ઉપરાંત તળાવમાં પડી જવાની દહેશત રહે છે. આથી પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...