તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુસવાવમાં કપાસમાં દવા છાંટતાં ઝેરી અસર થતાં આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેતરમાં ખેતમજુર કપાસમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થવાથી ખેતમજૂરનું ગંભીર હાલતમાં સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. પરતુ સારવાર દરમિયાન ખેતમજુરનુ મોત થયુ હતું.

હળવદ તાલુકામાં ખેતર, વાડીમાં દવાનો છંટકાવ કરતા ખેતમજુરોઓને ઝેરી અસર થવાથી મોત થવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમ ખેતરમાં તા. 24 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. મૂળ છોટાઉદેપુર ગામનો વતની અને હાલ હળવદ તાલુકાના સૂસવાવ ગામે સીમ વિસ્તારમાં રહીને ખેતમજૂરી કરતા 37 વર્ષના રમેશભાઈ રેતનાભાઈ ભીલ નામના મજુર ખેતરમાં કપાસમાં દવા છાંટી રહ્યો હતો. તે સમયે તેને દવા છાંટતી વખતે ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.ઘટનાની જાણ હળવદ પોલીસને થતા બનાવ સ્થળે દોડી જઇને વઘુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...