તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાનું હેત યથાવત્, ટંકારામાં 2,મોરબીમાં 1 ઇંચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લામાં શનિવારે સવારે સૂર્ય નારાયણે દર્શન આપ્યા અને બપોર સુધી ઉકળાટ થયા બાદ બપોરના સમયે ફરી મેઘરાજાની પધરામણી થઈ હતી અને તાબડતોબ પ્રથમ પોણો ઇંચ વરસાદ પડ્યો બાદ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. મોરબી એક ઇંચ વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળતા જાણે રસ્તા પર નદી વહેવા લાગી હોય તેવા દૃશ્ય સર્જાયા હતા બીજી તરફ ટંકારા પંથકમાં પણ મેઘરાજાની હેલી આવી હતી અને બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. અન્ય તાલુકા વાંકાનેર હળવદ અને માળિયામાં પણ હળવા ઝાપટા પડ્યા હતા. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાં પાણી આવક સતત ચાલુ રહેતા મચ્છુ 2 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતા તંત્ર દ્વારા મચ્છુ 2 ડેમના 5 દરવાજા 2 ફુટ જેટલા ખોલ્યા હતા.અને આ અંદાજે 6 હજાર ક્યૂસેક કરતા પણ વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું. અને તેના કારણે મચ્છુ નદી પર પાણીનૉ ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે અને મચ્છુ 3 ડેમ તરફ ધકેલાયો હતો.મચ્છુ નદી ફરી બે કાંઠે થતા લોકો તેનૉ રોમાંચ માણવા મયુર પુલ પર આવી પહોંચ્યા હતા. શહેરમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહે તેવી શકયતા સેવાઇ રહી છે.

આટકોટ: આટકોટમાં અડધી કલાકમાં એક ઈચ જેટલો વરસાદ પડી ગઈ હતો. જ્યારે આજુબાજુના ગામડાઓમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ખેડૂતો હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ કરતા થઇ ગયા છે. પાક પર અતિ વરસાદથી નુકસાનની ભીતી સેવાય રહી છે.

જસદણ: શહેર અને પંથકમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે ઝાપટા સાથે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે નદી, નાળા અને ચેકડેમો છલકાઈ ગયા હતા. ત્યારે ત્રીજા દિવસે પણ જસદણમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીમાં ઘોડાપૂર આવતા લોકો આહલાદક નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા.

હળવદ: શહેરમાં શનિવારે આકાશમા વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું. બપોરેથી સાંજ સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના નિચાળ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ઢવાણા, દિધડિયા, ભલગામડા, સાપકડા, રણજીતગઢ, સુસવાવ, ચરાડવા, રાણેકપર, ધનશ્યામ પુર, કોયયા, સુખપર, કવાડિયા, શકિતનગર, વેગડવાવ, બુટવડા સહીતના મોટી ભાગના ગામોમા વરસાદી ઝાપટું પડ્યું હતું.

જસદણમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડતા ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના એકાએક પાણીની આવક 6000 ક્યૂસેક પહોંચી જતાં શનિવારે બપોરે 5 દરવાજા પહેલા એક-એક ફૂટ ત્યારબાદ ફરી અેક-એક ફૂટ એટલે કે 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. શનિવારે સવારથી બપોર સુધીમાં મોરબીના ઉપરવાસના વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક ચાલુ રહેતાં તંત્રને મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. તેમજ મચ્છુ-2 ડેમનું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારે મચ્છુ નદી બે કાંઠે વહેતી થઇ હતી.

ભાદર ડેમ -2 ના ત્રણ દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા
ધોરાજીનો ભાદર ૨ ડેમ ફરી એક વખત ઓવર ફલો થતા ડેમના 3 પાટિયા ખોલાયા હતા. ભાદર ડેમ-2 ના ત્રણ દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ભાદર- 2 ડેમ ફરી ઓવર ફલો થવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. અગાઉ પણ ચાલુ વરસાદી સીઝનમાં ત્રણ વખત ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. 4200 ક્યુસેક પાણીની આવક અને સામે જાવકનું પ્રમાણ પણ 4200 ક્યુસેક રખાયું છે. ભાદર નદીમાં પાણી છોડવામાં આવતું હોવાથી નદી કાંઠાના ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના 32 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે પ્રતિબંધિત વિસ્તારમાં ન જવા માટે તંત્રે સૂચના આપી છે.

જસદણ શહેર અને પંથકમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે ઝાપટા સાથે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે નદી, નાળા અને ચેકડેમો છલકાઈ ગયા હતા. ત્યારે ત્રીજા દિવસે પણ જસદણમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીમાં ઘોડાપૂર આવતા લોકો આહલાદક નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. આ વરસાદના પગલે જસદણના જીવાદોરી સમાન ગણાતા આલણસાગર ડેમમાં 24 ફુટથી વધુ જળરાશી થઈ ગઈ હતી અને આ ડેમની કુલ જળસપાટી ૩૩ ફૂટની છે. જેથી ડેમના ઉપરવાસના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હોવાથી આલણસાગર તળાવની સપાટી આવનારા સમયમાં વધી શકે તેમ છે.

હળવદમાં વરસાદથી દીવાલ ધરાશાયી, જાનહાનિ ટળી
હળવદ નજીક રાણેકપર રોડ પર આવેલ આનંદ બેગ્લોઝ સોસાયટી મા વરસાદી ના પગલે ૨૦૦ ફુટ લાંબી દિવાલ ધરાશય થતા નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હળવદ મા છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેર ના નિચાળ વાળા વિસ્તારમાં મા વરસાદ પાણી ભરાયા ની ફરિયાદ ઉઠવા પામી છે સાથેસાથે દિવાલ પડવા નો પણ બનાવ હળવદ મા બન્યો હળવદ નજીક આવેલ રાણેકપર રોડ પર આવેલ આનંદ બેગ્લોઝ સોસાયટી મા મુશળધાર વરસાદ ના કારણે એકાએક બેગ્લોઝ ની દિવાલ ધડાકાભેર ધરાશય થતા નાસભાગ મચી જવા પામી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થતી અટકી બનાવ ના પગલે આજુબાજુ ની સોસાયટી ના રહીશો ઘટના સ્થળે દોડી આવી હતા પરંતુ કોઈ જાનહાની ન થતા રહીશોઓ રાહત નો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...