તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | આદ્યા ફાઉન્ડેશન, તપોવન વિદ્યાલય જેતપરના ઉપક્રમે “મેગા બ્લડ ડોનેશન”કેમ્પનું આયોજન કરાયું હતું. મહાન કાર્યમાં વરસાદ હોવા છતાં 251 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું. એકત્ર થયેલ રક્તની 251 બોટલ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, નાથાણી બ્લડ બેન્ક-રાજકોટને અર્પણ કરવામાં આવેલ છે કેમ્પનો શુભારંભ ડો. સતીષભાઈ પટેલ, દિનેશભાઈ વડસોલા, મનોજભાઈ ઓગાણજા, નરેશભાઈ સાંણજા, મહેશભાઈ સાદરિયા, સંગીતાબેન વડસોલા પ્રમુખ કલાવર્ધન એજયુકેશન ટ્રષ્ટ-મોરબીના હસ્તે દીપ પ્રાગટય કરી આરંભ કરાયો હતો,કેમ્પને સફળ બનાવવા જીત વડસોલા,નવનીત કાસુંદ્રા તેમજ નીલકંઠ વિદ્યાલયના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તમામ વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...