જીવાપર, આસલપુર અને કડુકામાં માધ્ય. શાળા મંજૂર
જીવાપર કડુકા અને વીંછિયા તાલુકાના આસલપુર ગામમાં માધ્યમિક શાળાઓની મંજૂરી આપવામાં આવી છે. માધ્યમિક શાળા સુવિધા પૂરી પાડવા માટે ગ્રામજનો, વાલીઓ અને આગેવાનો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી. જે બાબત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધ્યાને લઇ પછાત તાલુકાના બંને તાલુકાના શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા હેતુસર સતત પ્રયત્નશીલ રહીં માધ્યમિક શાળાઓના ઓરડાઓ માટેની રકમ શિક્ષણ વિભાગ પાસેથી મંજુર કરાવી છે. જીવાપર ગામે સરકારી માધ્યમિક શાળાના ઓરડા માટે રૂપિયા 319 લાખ, કડુકા માટે 322 લાખ અને વીંછિયા તાલુકાના આસલપુર ગામે 321 લાખ ફુલ મળી ૯૬૨ લાખ શિક્ષણ વિભાગે મંજૂર કર્યા છે. જીવાપર, કડુકા, આસલપુર વગેરે ગામના લોકોએ કેબિનેટમંત્રી કુવરજીભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે પોતાના ગામમાં જ છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ મળશે.