જેતપુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર : જેતપુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખા દ્વારા એક વર્ષ પૂર્વે પુલવામામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એક વર્ષ પહેલા દેશમાં જયારે લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જઈ રહેલા સી.આર.પી.એફ ના આપણા જવાનો ઉપર પુલવામાં ની અંદર જે આતંકીઓએ જે હુમલો કર્યો હતો. આપણા શહીદ જવાનો ની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નીમીતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખા ના જી.કે & સી.કે બોસમીયા કોલેજ જેતપુર ખાતે શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી આજના યુવાનો તથા કોલેજના વિદ્યાર્થીઓ શહીદોને યાદ કરી મૌન રાખ્યું અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ચોચાભાઇ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તા દ્વારા પુલવામામાં બનેલી ઘટના અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...