તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના તાલુકામાં લોકસભાની મતદાર યાદીમાં અનેક ક્ષતિઓ બહાર આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણીના મતદાનનાં આડે હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ઊના તાલુકામાં લોકસભાની મતદાર યાદીમાં અનેક ક્ષતિઓ સામે આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ક્ષતીથી અનેક મતદારોનાં નામ કમી થઇ ગયા છે. જોકે તંત્ર હવે આ કમી થયેલ નામ પુરવણીમાં આવી જશે એવું આશ્વાસન આપી રહ્યુ છે.

23 એપ્રિલના દિવસે લોકસભાની ચૂંટણીનું મતદાન હોય અને એ પૂર્વે મતદાન યાદી બહાર પડાતાં જેમાં ઉના તાલુકાના ગરાળ ગામના મહિલા સરપંચ મોંધીબેન રામશીભાઇ સોલંકીનું નામ કમી થઇ ગયું હોવાનું જોવા મળ્યું હતું. તપાસ કરાતાં સરપંચની પુત્રીનાં લગ્ન થયેલ હોય થોડા સમય પહેલા તેનું નામ કમી કરવા અરજી આપી હતી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા પુત્રીનું નામ કમી કરવાની સાથે માતા મોંઘીબેનનું નામ પણ કમી કરી નાંખ્યું હતું. આમ, મતદાર યાદીમાં આવા અનેક નામો એવા છે જે મતદારોને ખ્યાલ પણ નથી કે તેમનું નામ કમી થઇ ગયેલ છે. આવીજ રીતે તાલુકાના દૂધાળા ગામના મતદારોના નામ પણ કમી થયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે મતદાનના દિવસો નજીક આવતા જતાં હોય ત્યારે અચાનકજ મતદારયાદીમાં ક્ષતિઓ બહાર આવતા તંત્ર હરકતમાં આવી ગયુ છે. અહીંયા સવાલ એ ઉઠવા પામે છેકે મતદારયાદી તૈયાર થયા બાદ જવાબદાર અધિકારી દ્વારા મતદારયાદીની ચકાસણી કરવામાં આવે છે. તેમ છતાં અધિકારીના ધ્યાને આવી ક્ષતિઓ આવે એ બેદરકારીનું દ્રષ્ટાંત જ પુરૂ પાડે છે. અરજીમાં જે મતદારનું નામ કમી કરવાનું હોય તેવુ સ્પષ્ટ લખવામાં આવેલ હોવા છતાં પણ કર્મચારી દ્વારા તેમના પરિવારની જવાબદાર વ્યક્તિનું નામ કમી કરી નાખે છે અને આ ભુલથી મતદારોને હાલાકી ભોગવવાનો વખત આવે છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ લોકસભાની મતદારયાદીની ઝીણવટભરી ચકાસણી કરાય તો હજુ અનેક ક્ષતિઓ બહાર આવવાની ભિતી નકારી શકાતી નથી.

પુત્રીનું નામ કમી કરવા અરજી કરી તો સાથે માતાનું નામ પણ રદ કરી નાંખ્યું
અમે ગામને મત આપવાનું કહીએ છીએ અને અમારા પરિવારનાં મુખ્યાનું જ નામ કમી કરી નંખાયુ : મનુભાઇ સોલંકી
મહિલા સરપંચના પુત્ર મનુભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ગામના સરપંચ મતદારોને મત આપવા જવાનુ કહે અને સરપંચનું નામ મતદારયાદીમાંથી કમી કરી નાખ્યુ આ અંગે જવાબદાર અધિકારી સાથે વાત કરેલ છે. અને મતદારયાદીમાં નામનો સમાવેશ થશે તેવું તંત્રએ જણાવેલ હતું. તસ્વીર : જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...