તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમાંકનના વાંકે તળાજાના અનેક વિસ્તારો વિકાસથી વંચિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા વર્ષોમાં તળાજા શહેરમાં ધંધા રોજગાર, શિક્ષણનાં વિકાસને કારણે તળાજા શહેર ચોતરફ ફેલાઇ રહ્યું છે. તળાજા ફરતા નજીકનાં ગામડાઓનાં સિમાડાઓ સુધી વસાહતો, વેપાર ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ, ઉપરાંત કેટલીક સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ પણ સ્થાપિત થયેલ છે. જે તળાજાનાં ગામ તળમાં આવતી નથી. જેથી તળાજા નગરનાં વર્ષો પહેલાનાં સિમાંકનનાં દાયરામાં વિકસતી વસાહતોને આવરી લેવા તળાજા શહેરનું સિમંકન વધારવાની સાર્વત્રીક રીતે માંગ વધતી જાય છે.

તળાજા શહેરનું હાલનું સિમાંકન છેલ્લા 20થી વધુ વર્ષથી ગામ તળથી વિસ્તાર પામેલ નથી.

તળાજા દૂરની વસાહતોને નળ, ભુગર્ભગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઇ સહીતની સુવિધા મળતી નથી. જેથી સિમાંકન વધારવામાં આવે તો તળાજા નગર પાલિકાને સિમાંકન વધારા સાથે સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ અને વિવિધ સવલતો પણ આપવી પડે આ બાબતે પાલીકા દરજજાએ ખાસ
ભારપૂર્વક પરિણામલક્ષી પ્રયત્નો કરવા જરૂરી છે.

ગામતળથી ચોતરફ વિસ્તાર પામેલ શહેર

વર્તમાન સમયમાં તળાજાનાં ગામતળ અને હાલનાં સિમાંકનથી ચોતરફ નગરનો વિસ્તાર થઇ રહયો છે. તળાજા નજીકનાં ગામડાઓનાં સીમાડા સુધીનો વિસ્તાર પૂર્વે ગોરખીનો સિમાડો, પશ્મીએ શોભાવડ અને સાંખડાસરે 1નો સિમાડો, ઉત્તર તરફ માખણીયા, રોયલ અને વેવાવદરનાં સીમાડાઓ, તેમજ દક્ષીણે લીલીવાવ, પાવડી અને રામપરાનાં સીમાડાઓ નજીક આવી ગયા છે. આ વિસ્તારમાં સૌથી વધુ રહેણાકી વસાહતો સ્થપાઇ ગઇ છે. સિમાંકત વધારાથી આ દરેક ક્ષેત્રોને તળાજા નગરપાલીકા સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે છે.

સબંધીત વિભાગોમાં કાર્યવાહી ચાલુ છે

તળાજા શહેરનું સિમાંકન વધારવાની દરખાસ્ત વર્ષોથી સર્વે નંબર નકશા, વિગત સાથે સબંધીત વિભાગોમાં મોકલી અપાયેલ છે. જે અંગે તંત્ર દ્રારા માગેલ પૂર્તતા પણ પૂર્ણ કરેલ છે. તાજેતરમાં પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં તળાજા ડે.કલેકટર કચેરીમાં મળેલ સંકલનની મીટીંગમાં આ પ્રશ્નને અગ્રતા ધોરણે હાથ લેવા ભારપૂર્વક રજુઆત થઇ છે. > દક્ષાબા એસ. સરવૈયા, પ્રમુખ તળાજા ન.પાલિકા

પાલિકાએ ભાર પૂર્વક પરિણામલક્ષી પ્રયત્નો કરવા જરૂરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો