તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલવણ હાઇવે : 50 થાંભલા પરથી 11 કે.વીનો કેબલ ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટડી તાલુકાના માલવણ હાઇવે પર ટોલ ટેક્ષ પાસેથી તસ્કરોની ગેન્ગે 50 વિજ થાંભલાઓ પરથી 11 કે.વી.નો 2.2 કિ.મી.લાંબો વીજ કેબલ ચોરી ગયા હતા.પાટડી પીજીવીસીએલના નાયબ ઇજનેરે રૂ. 1.43 લાખના વિજ કેબલની ચોરીની ફરીયાદ બજાણા પોલિસ મથકે નોંધાવતા પોલિસે તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પથંકમાંથી પીજીવીસીએલના લાખોની કિંમતના કેબલો ચોરાવાની અવારનવાર ઘટનાઓ સામેં આવે છે. પાટડી તાલુકાના માલવણ હાઇવે પર ટોલટેક્ષ નજીક કચોલિયાથી ઇસ્કોન હોટલ સુધી તસ્કરોની ગેન્ગે તા. 27 ફેબ્રુઆરીના સાંજના 6 વાગ્યાથી 28 ફેબ્રુઆરીના સવારના 10 વાગ્યા સુધીમાં રાત્રીના અંધારામાં 11 કે.વી.નો 50 વીજ થાંભલાનો 2.2 કિ.મી.લાંબો વીજ કેબલ ચોરીને પલાયન થઇ
ગયા હતા.

આ ચોરીના બનાવ અંગે પાટડી પીજીવીસીએલના નાયબ ઇજનેર નિલેશકુમાર હરીલાલ મંડલીએ બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા બજાણા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના એચ.જે.નાંઘા ચલાવી રહ્ય‍ાં છે.

ગેંગને પકડવા પોલીસની કાર્યવાહી

રૂ.1.43 લાખની ચોરીની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો