તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાની આયુષીકુમારી રાજકોટ ખાતે પ.પુ.આ. યશોવિજયજી મ.સાની નિશ્રામાં દિક્ષા ગ્રહણ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો ઃ શાસન સમ્રાટના પવિત્ર આંદોલનની ઉર્જાસભર મહુવા ખાતે પ.પુ.આ.ભ. યશોવિજય સુરીશ્વરજી મ.સા. ચાતુર્માસ કરતા સંઘમાં નવજાગૃતિ આવી. જ્યાં ધર્મ એ સાધના નથી, સંસ્કાર છે એવા દોશી વીરચંદભાઇ ભવાનભાઇ સેંદરડાવાળા પરિવારના મુમુક્ષુ આયુષીકુમારીને પણ તેમની બહેન સાધ્વીવર્યા જિનાંગરતિશ્રીજી મહારાજના પગલે વૈરાગ્યનો ચોલમજીઠનો રંગ ચડ્યો અને રાજકોટ ખાતે પ.પુ.યશોવિજય સુરીશ્વરજી મ.સા. આદિઠાણાની નિશ્રામાં દીક્ષા લેશે.

મહુવા ખાતે તા.24/1ને શુક્રવારે સવારે 7 કલાકે ગુરૂમંદિર આદિશ્વર દાદાના ચોકમાં દિપક સ્થાપના, કુંભ સ્થાપના, તા.25/1ને શનિવારે સવારે 7 કલાકે પુ. મુનિરાજ દિવ્યયશ વિજયજી મ.સા.નું પ્રવચન, 9.30 કલાકે ગુરૂમંદિર આદિશ્વર દાદાના ચોકમાં લઘુશાંતિ સ્નાત્ર અને રાત્રે 8 કલાકે નુતન ઉપાશ્રયમાં મેળાવડો હૈયે હરખ ન માય, તા.26/1ને રવિવારે સવારે 9 કલાકે મુમુક્ષુના નિવાસ સ્થાનેથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે ભોજનશાળા ખાતે સંઘ સ્વામી વાત્સલ્ય, રાજકોટ ખાતે ધર્મનાથ જીનાલયમાં તા.30/1ને ગુરૂવારે સવારે 9 કલાકે પંચ કલ્યાણ પૂજા, બપોરે 2.30 કલાકે સંયમ રંગ લાગ્યો, કપડા રંગવાના, રાત્રે 8 કલાકે એ પંથ પ્રભુનો પંથ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ મંજુલાબેન હીંમતલાલ પારેખ આરાધના ભવન જાગનાથ રોડ ખાતે યોજાશે. તા.31/1ને શુક્રવારે સવારે 8 કલાકે ત્યાગ શોભાયાત્રા, મહા સુદ-7 તા.1/2ને શનિવારે સવારે 8 કલાકે નંદવાણા બોર્ડિંગ જાગનાથ રોડ ખાતે પ્રાણાભિષેક પ્રવ્રજીયા વિધિનો પ્રારંભ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો