તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલાના થોરીયાળી ગામેથી 350 વરસ પહેલા મહુવા ગામના મહમદઅલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલાના થોરીયાળી ગામેથી 350 વરસ પહેલા મહુવા ગામના મહમદઅલી ડોસાજી સાહેબ ધર્મયાત્રા લઇ પસાર થતા હતા. આ દરમિયાન લૂંટના ઇરાદે મારી નાખતા મહમદઅલી ડોસાજી શહીદ થયા હતા. સાયલાના ઇસાજી મુસાજી દારુવાળાને સ્વપ્નમાં જાણ થતા તેમની દફનાવી તેનો સુરબત (કબર) બનાવવામાં આવી છે. હિન્દુ સહિત દાઉદી વોરાના આસ્થાને સ્થાને ડોસાજી સાહેબના સુરબત (રોજા) સામે ઉર્ષ પ્રસંગ ઉજવાય છે. સાબાન મહિનામાં વિદેશ અને પરપ્રાંતથી 3000થી વધુ દાઉદી વોરા સમાજ ઉમટી પડે છે.

રાત્રીના સમયે બયાન બાદ બપોરના સમયે મંજલીસ તેમજ કુરાનની તીલવત બાદ ભુખ્યાને ભોજન આપવામાં આવે છે. મુલ્લા શબ્બીરભાઇ, મોહીઝભાઇ, અજગરભાઇ, અબ્બાસભાઇ અને મનસુખભાઇ સહિતના યુવાનો ઉષ પ્રસંગે જહેમત ઉઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...