તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંપરડાનાં મહંત મુકતાનંદબાપુએ શાળાની મુલાકાત લીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યાધામનાં મહંત મુકતાનંદબાપુએ હનુમાનપરા સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અને વિગતો મેળવી હતી. હાલમાં આ શાળાનાં 4 રૂમ જુના હોય જેમાં 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેથી આચાર્ય તેમજ તાલુકા શિક્ષણ સંઘનાં પ્રમુખ પાલાભાઇ ભેટારીયા સાથે ચર્ચાઓ કરી બ્રહ્માનંદમાં આનંદધારા પ્રોજેકટ હેઠળ આ શાળાને 4 નવા રૂમ બાંધી આપવાનું કહ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દુર થઇ શકે. આ નિર્ણયને અજયભાઇ, ધીરૂભાઇ પાણખાણીયા, રમેશભાઇ, કાળુભાઇ વેગડા, રતીભાઇ, રમેશભાઇ માંગોળીયા સહિતનાઓએ આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો