તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીના ગવાણામાં રહેતા માધવભાઇ ગવાણીયા બોલેરો પીક અપ ગાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીના ગવાણામાં રહેતા માધવભાઇ ગવાણીયા બોલેરો પીક અપ ગાડી લઇને રાત્રે મોરબીથી પરત ગવાણા આવી રહ્યાં હતા. ત્યારે પાટડીની આશિર્વાદ હોટલ પાસે એક અજાણ્યા શખ્સે તેમની પાસે દસાડા આવવા માટે લીફ્ટ માંગી હતી. આથી માધવભાઇએ અજાણ્યા શખ્સને ગાડીની આગળની સીટમાં બેસાડ્યો હતો.

માધવભાઇએ મોબાઇલ ફોનને ગાડીના ડેસ્ક બોર્ડ પર મુક્યો હતો. એવામાં કઠાડા ગામના બોર્ડ પાસેના નાળા નજીક ખરાબ રસ્તાના કારણે ગાડી ધીમી પડતા અજાણ્યા શખ્સે ગાડીમાંથી રૂ.13000ની કિંમતનો મોબાઇલ લઇ ગાડીનો દરવાજો ખોલી નાસી છુટવાની કોશીશ કરતા ગાડી ચાલક માધવભાઇએ આ શખ્સને દબોચી લીધો હતો. આથી ઉશ્કેરાયેલા શખ્સે માધવભાઇ સાથે ઝપાઝપી અને મારામારી કરી અંધારામાં રૂ. 13000ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી બાવળીયાની આડમાં નાસી છૂટ્યો હતો. ગવાણાના માધવભાઇ ગવાણીયાએ આ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ રૂ. 13000ના મોબાઇલની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.જે.ચૌહાણ સહિતનાઓએ આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે દસાડા કન્યાશાળા પાસેથી આરોપી લક્ષ્મણભાઇ અમૃતભાઇ પાલીયા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો