તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણીવાવ ગામે શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી નિર્મિત લુણીવાવ પ્રાથમિક શાળા ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર તથા સમસ્ત લુણીવાવ ગામ દ્વારા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવ દરમિયાન સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા, સત્ય નારાયણ ભગવાનની કથા, ૧૦૧ બોટલ રક્તદાન કેમ્પ,શાળા મહા આરતી, તેમજ રાત્રીના ભૂતપૂર્વ શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન તથા શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન તસફળતા પૂર્વક કરવામાં આવેલું હતું. કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ એવાં યુવરાજ સાહેબ હીમાંશુસિંહજી ઓફ ગોંડલ શતાબ્દી મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહેલ હતા. મહોત્સવમાં શુભ આશીર્વાદ કબીર આશ્રમના મહંત ભરાતદાસબાપુ તથા આનંદી આશ્રમ વાળાધરીના મહંત રાજુરામ બાપુએ આપ્યા હતા. પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને રાજકીય અગ્રણી જયરાજસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, એશિયાટિક કોલેજ ના ચેરમેન ગોપાલભાઈ ભુવા, ડેપ્યુટી કલેક્ટર ગોંડલ રાજેશ આલ, મામલતદાર ચુડાસમા સાહિતનાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો