કેશાેદમાં ભાજપની મિટીંગમાં કમળના ચિન્હવાળા વાવટા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં ભાજપનાં રાષ્ટ્રીય નેતા આેમ પ્રકાશ માથુર, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા સહિતનાં હોદ્દેદારોની જીલ્લા કક્ષાની એક ખાનગી મિટીંગનું ભારત કોમ્યુનીટી હાેલમાં આયોજન કરાયું હતું. જેની જાણ કોઇએ પોલીસને કરતાં ચૂંટણી પંચની ટીમ વિડીયાેગ્રાફી કરવા મિટીંગનાં સ્થળે પહોંચી ગઇ હતી. પરંતુ તેઓને ખાનગી મિટીંગ હોવાનું કહી શુટીંગ કરવા દેવાયું નહોતું તેથી તેઓ રવાના થયા હતા. જોકે, ચૂંટણી આચારસંહિતા લાગુ હોવા છતાં જાહેરમાં લોકો જોઇ શકે એ રીતે કમળના વાવટા હોલની ચારેય દિશામાં ફરકતા હતા. જેને લઇને કેશાેદનાં સામાજીક કાર્યકર ભરત લાડાણીએ ચૂંટણી પંચને લેખિત ફરીયાદ કરી છે.

ખાનગી મિલ્કતમાં વાવટાની મંજૂરી હતી : રીપોર્ટ
કેશોદનાં નોડલ અધિકારી ઠુમરે તપાસ કરી ખાનગી મિલ્કતમાં વાવટા લટકાવવાની મંજુરી હોવાનો રીપાેર્ટ તૈયાર કરી મદદનીશ ચૂંટણી અધિકારીને મોકલ્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...