તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં લોહાણા મહાજનવાડી અને ખાટકીચોકમાં ગંદકીના ગંજ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં ભલે સ્વચ્છ ભારત અભિયાન સફળ નીવડ્યું હોય. પરંતુ જસદણમાં તો સ્વચ્છ ભારત અભિયાનનો ફિયાસ્કો જ જોવા મળી રહ્યો છે. જસદણ નગરપાલિકા તંત્ર પાસે સફાઈ કામદારોનો પુરતો સ્ટાફ પણ છે અને શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો સફાઈ વેરો પણ વસુલ કરે છે. છતાં શહેરભરમાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જસદણના નગરજનો ગંદકીના ગંજ વચ્ચે પોતાનું જોખમી જીવન ગાળી રહ્યા છે. છતાં નગરપાલિકા તંત્રના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી. એક બાજુ જસદણ નગરપાલિકા તંત્ર શહેરભરમાં સ્વચ્છ ભારત અભિયાનના બેનરો લઈ પોતાની પ્રસિદ્ધિ કરવામાં નીકળી પડે છે. ત્યારે જસદણ શહેરની મધ્યમાં આવેલ લુહાણા મહાજન વાડી સામે અને ખાટકીચોકમાં જ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હોવાથી જસદણ નગરપાલિકા તંત્રની સફાઈ કામગીરીની પોલખોલ થઈ ગઈ હતી. જસદણ શહેરભરમાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી નગરજનોમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. એકબાજુ સ્વાઈન ફ્લુ જેવો જીવલેણ રોગચાળો ફૂંફાડો મારી રહ્યો છે ત્યારે સ્થાનિક નગરપાલિકા તંત્ર ઉંઘતું ઝડપાયું હોવાથી નગરજનો ભારે મુંજવણમાં મુકાઈ ગયા છે. જેથી સ્વચ્છ ભારત અભિયાનની માત્ર વાતો કરતું જસદણ નગરપાલિકા તંત્ર શહેરભરમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે ખરેખર સફાઈ અભિયાન હાથ ધરે તેવી જસદણના જાગૃત નાગરીકોની માંગ ઉઠવા પામી છે.

એકબાજુ જસદણ શહેરભરમાં રઝળતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુઃખાવા સમાન બની રહી છે. અનેકવાર તો જાહેરમાં આખલા યુદ્ધ થતા હોવાથી અનેક નગરજનો તેનો ભોગ પણ બની ચુક્યા છે. છતાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો આજદિન સુધીમાં હલ કરવામાં આવ્યો નથી. જેના કારણે નગરજનોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે અધૂરામાં પૂરું સ્થાનિક નગરપાલિકા તંત્રની બેદરકારીના લીધે શહેરભરની શેરીઓ અને ગલીઓમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે રસ્તે રઝળતા ઢોર પોતાના પેટનો ખાડો બુરવા માટે આવા ગંદકીના ગંજ નજીક અડ્ડો જમાવી બેસે છે. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની જવા પામ્યું છે. છતાં પણ લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. જેથી કોઈનો લાડકવાયો કે ઘરનો મોભી આખલા યુદ્ધનો ભોગ બને તે પૂર્વે જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી નાગરીકોનો પ્રબળ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો