હળવદમાં ફાયર ફાઈટર ફાળવવા લોકમાંગ ઊઠી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ પાલિકામાં ફાયર ફાઈટર ન હોવાથી યુવા શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી. જેમાં તાલુકામાં જીનીંગમીલ, માર્કેટિંગયાર્ડ, રેલવે સ્ટેશન,બસ સ્ટેશન સહિતના વિસ્તારો આવેલા છે. પરંતુ આગ લાગે ત્યારે ફાયર ફાઈટરની સુવિધા ન હોવાથી મોરબી, સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રા શહેરમાંથી ફાયર ફાઇટરો મંગાવવા પડે છે. પરિણામે દોઢ કલાક થાય છે. ત્યારે હળવદ પાલિકાને ફાયર ફાઈટર ફાળવણી કરાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...