કુરંગાના સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવકો કંપની સામે આંદોલન પર ઉતર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુરંગા સ્થિત ઘડી કંપનીમાંથી 45 મજૂરોને છુટા કરી દેવાતા મામલો હવે ઉગ્ર બન્યો છે.છુટા કરાયેલા કર્મચારીઓએ મુખ્યમંત્રી સહિત પ્રાંત કચેરીએ આ મામલે લેખિત રજુઆત કરી હતી.24 કલાક બાદ યોગ્ય નિર્ણય ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જાગ્યો છે.છુટા થયેલા 45 કર્મીઓએ દિગ્ગજ કંપની સામે ન્યાય મેળવવા આખરે વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખી મદદની માંગ કરી છે.અને સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવકો કંપનીના ગેટ સામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

કુરંગા સ્થિત ઘડી કંપનીએ કારણ વિના સ્થાનિક મજૂરોને છુટા કરતા ઘડી કંપનીના ગેટ સામે જ 45 મજૂરો ઉપવાસ પર ઉતર્યા છે.અને બીજા પણ છુટા કરાયેલ મજૂરો આ લડતમાં જોડાયા હતા સ્થાનિક લોકોને રોજગારીના અપાતી હોઈ ઘડી કંપની વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો.

સુત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ કંપની વિરુદ્ધ રોજગારી મુદ્દે આંદોલનની શરૂઆત કરી છે.સ્થાનિક 80 ટકા રોજગારી સહિતના મુદ્દે મજૂરોએ પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી મદદની માંગ કરી હતી.છૂટા કરાયેલા કરમચારીઓએ ના ઈસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કંપનીકા બહિષ્કાર કરે જેવા સૂત્ર હેઠળ બેનરો બનાવી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને મદદ માંગવાથી પોતાના પ્રશ્નોનો ઉકેલ આવી જવાની આશા બેરોજગાર યુવાનો સેવી રહયા છે.

સુત્રોચ્ચાર સાથે આંદોલન શરૂ કર્યુ

અન્ય સમાચારો પણ છે...