તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ જિલ્લાનાં સેંથળી ગામે રહેતા અને બોટાદનાં હિંફલી ખાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાનાં સેંથળી ગામે રહેતા અને બોટાદનાં હિંફલી ખાતે હિરાનું કારખાનું ચાલુ કરતા પટેલ યુવાનને માર પડ્યો. બે અજાણ્યા સહિત ચાર વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદ કરેલ છે.

બનાવ અંગે બોટાદ પોલીસનાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનાં સેંથળી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે લાલજીભાઈ કાળુભાઈ માળોદીયા (પટેલ) ઉં.વ.24 એ છેલ્લા ચારેક માસથી બોટાદના હીંફલી શેરી ન.8માં હિરાનું કારખાનું ચાલુ કરેલ હોય જે આરોપી ખોડાભાઈ રબારીને ગમતું ન હોય જેથી મહેન્દ્રભાઈ ઉર્ફે લાલજીભાઈ પટેલનાં કારખાને આવી આરોપી અજય નામનો માણસ અને બે અજાણ્યા શખ્સોએ આવી મહેન્દ્રભાઈ પટેલને પકડી રાખી આરોપી ખોડાભાઈ રબારીએ છાતીનાં ભાગે લાકડીનો એક ઘા મારી કારખાના નીચે લઈ જઈ છરી બતાવી ચારેય આરોપીઓએ ભેગા મળી બન્ને પગે તથા માથામાં ઢીકા પાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ધમકી આપ્યાની અને ગુન્હામાં એકબીજાએ મદદગારી કર્યાની મહેન્દ્રભાઈ ઉર્ફે લાલજીભાઈ પટેલએ બે અજાણ્યા સહિત ચાર વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...