Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેશમિયામાં સિંહે માલધારીના 2 પશુનાં મારણ કર્યાં, 1નેે ઘાયલ કર્યું
ચોટીલા પંથકમાં સિંહે પશુઓના દિવસે દિવસે મારણ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે તા. 11 માર્ચની રાત્રે ચોટીલાના રેશમિયાના માલધારીના બે પશુઓના સિંહ મારણ કર્યા હતા અને એક પશુને ઘાયલ કર્યુ હતુ. બનાવની જાણ થતા તંત્રે કાર્યાવાહી હાથ ધરી હતી.
ચોટીલામાં છેલ્લા ચાર-પાંચ માસથી વનના રાજા ઠાંગા વિસ્તારમાં વસવાટ કર્યો છે. અને સિંહો પોતાની ભૂખ સંતોષવા માટે પશુઓના મારણ કરી ભોજન કરતા હોય છે.જેમાં રેશમિયાના માલધારીના બે પશુના મારણ કર્યા હતા. અને અને ઘાયલ થયાની વનવિભાગને જાણ થતા વનવિભાગના વનકર્મીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલા રેશમિયા ગામના માલધારીઓ પોતાના પશુઓના ભરણ પોષણ માટે રાજપરાના વિડ વિસ્તારમાં વાડા રહેણાંક કરીને પશુઓને નિભાવે છે. જેમાં રેશમિયા ગામના અમરાભાઈ જગમાલ સાંબડ, અમરાભાઈ જગમાલભાઈના વાડામાં વનરાજાએ આવીને બે પશુઓના મારણ કર્યા અને એક ને ઘાયલ કર્યા હતા. આ બનાવની વનવિભાગને જાણ થતા વનકર્મીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ કાર્યવાહી હાથ ધરી હતી.
વનવિભાગ કર્મીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી