તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીની સગર્ભા અને અનાથ યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીંબડીની સગર્ભા અને અનાથ યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પ્રેમી આરોપીના કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે પ્રેમીએ પ્રેમિકાની કોખમાં રહેલો ગર્ભ પોતાનો નહીં હોવાનું રિમાન્ડ દરમિયાન રટણ કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં અનેક રાજ ઉપરથી પરદો ઉઠી શકે છે.

લીંબડીમાં 31 ડિસેમ્બર 2018એ સગર્ભા યુવતી સોનલબેનને પ્રેમીના ત્રાસ અને મારઝૂડથી ત્રસ્ત થઈ રેડિયેટરનું પાણી પીને જીવન ટૂંકાવી લીધું હતું. મોતના દ્વારે ઉભેલી અનાથ યુવતીએ આપઘાત કરવા મજબૂર કરનાર પ્રેમીને સજા અપાવી ન્યાય અપાવવા ગુહાર લગાવી હતી. લીંબડી પોલીસે પણ ગણતરીની કલાકોમાં પ્રેમી આરોપી જગદીશ કોળીને ઝડપી પાડ્યો હતો. પ્રેમી આરોપી જગદીશ કોળીને લીંબડી કોર્ટ દ્વારા 25થી 27 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રિમાન્ડમાં પીએસઆઈ એમ.કે. ઈસરાણી, હરપાલસિંહ પરમાર દ્વારા પુછપરછ હાથ ધરતા આરોપીએ સોનલબેનના ચારિત્ર્ય પર શક હતો. અને પ્રેમીકાની કોખમાં રહેલો ગર્ભ પોતાનો નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વાતને લઈ બંને વચ્ચે હંમેશા ઝઘડો થતો હોવાનું જણાવ્યું હતું. સાથે કામ ધંધો પણ નહીં હોવાથી આર્થિક ભીંસને લીધે બન્ને વચ્ચે ઝઘડા વધ્યા હતા તેવી કબુલાત કરી હતી. અનાથ યુવતીના માતા-પિતા કોણ હતા? આરોપીનો ભુતકાળ શું હતો? યુવતી કેટલા સમયથી આરોપી સાથે હતી? યુવતીના પેટમાં રહેલો ગર્ભ આરોપીનો હતો કે નહીં? સહિતના પ્રશ્નો દ્વારા આગળના દિવસોમાં અનેક રાજ ઉપરથી પરદો ઉઠશે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો