તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી તા. પંચાયતનું 93.81 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે પસાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે ભાજપાના 12 અને કૉંગ્રેસના 4 સભ્યોની હાજરીમાં ટીડીઓ એચ.એફ.ભુવાત્રાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી.

તાલુકાપંચાયત પ્રમુખ રામુબેન જે.બળોલીયા, ઉપપ્રમુખ હરપાલસિંહ રાણા, કારોબારી ચેરમેન હેતલબા દિલીપસિંહ રાણા, કૃષ્ણસિંહ રાણા સહિતની હાજરીમાં વર્ષ 2019-20નું રૂ. 93.81 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે રજૂ કરાયું હતું. 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 વર્ષમાં રૂ. 93,81,02,549 અંદાજીત આવક સામે રૂ. 80,55,78,500 ખર્ચે બતાવાયો હતો. અને રૂપિયા 13,25,24,049ની પુરાંતવાળુ બજેટ પૂર્વ તાલુકા પ્રમુખ કનકસિંહ ઝાલાના વિરોધ વચ્ચે ભાજપાએ સ્પષ્ટ બહુમતી સાથે પસાર કર્યું હતું.

ભ્રષ્ટાચારનો 1 પણ પ્રશ્ન લીધો નહી
સામાન્ય સભાના 7 દિવસ પહેલા તા.પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારની ચર્ચા કરવા માટે ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ સામાન્ય સભા ચાલુ થઈ બજેટ મંજૂર કરી સભાનું વિસર્જન કરી દીધું. મારો એક પણ ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન લીધો જ નહીં. કનકસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ.

ખુરશી જતા ભ્રષ્ટાચાર યાદ આવ્યો
2.5 વર્ષ તાલુકા પંચાયત ઉપર શાસન કર્યું એટલે હવે ખુરશી જતા ભ્રષ્ટાચાર યાદ આવ્યો છે. અમે ગ્રામીણ ક્ષેત્ર વિકાસ કરવા આવ્યા છીએ ભ્રષ્ટાચાર કરવા નહીં. એટલે અમે નહીં અમારૂ કામ બોલશે. હરપાલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ.

જિલ્લામાં અનેક ક્ષેત્રે આટલો ખર્ચ કરાશે

ખર્ચ ક્યાં ખર્ચાશે
5.55 કરોડ શિક્ષણ ક્ષેત્રે

7.88 કરોડ બાંધકામ ક્ષેત્રે

5.00 કરોડ આંગણવાડી

0.60 લાખ ખેતી

0.60 લાખ અનુ.જન.જાતિ

0.60 લાખ પશુપાલન

0.15 લાખ કુદરતી આફતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો