લીંબડી: ત્રિપલ અકસ્માતમાં 1નું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી હાઈવેના બોડીયા નજીક એક બાઈકને ટક્કર મારી કાર ડિવાઈડર ટપીને સામે આવતી ઈકો સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. જ્યારે 3 મહિલા અને 5 પુરૂષોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

લીંબડી હાઈવે પરની મોડલ સ્કૂલ પાસે બાઇક લઈ બોડીયા ગામના નીરૂભા ચંદુભા લીંબડી આવી રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ડીઝાયર કારે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ નીરૂભા બાઈક સાથે હાઈવે રોડ પર ફંગોળાઈ ગયા હતા. જયારે કાર ડિવાઈડર ઠેકીને સામેથી આવતી ઈકો સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર ચુડા તાલુકાના ભગૃપુર ગામના ગોબરભાઈ માવજીભાઈ પત્ની સાથે થાનગઢ જઈ રહ્યા હતા. તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. અને ઘાયલોને 108ની મદદથી સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.ગોબરભાઈ માવજીભાઈ

અસર : 3 મહિલાઓ અને 5 પુરુષોને ગંભીર ઈજા પહોંચી હતી
લીંબડી હાઈવે ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત તેમજ 8 લોકોને ઇજાઓ પહોંચી હતી. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

ઘાયલોની યાદી

બોડીયાના નીરૂભા ચંદુભા, ભ્રગૃપુર ગામના હંસાબેન સી.ગોસ્વામી, પ્રવિણગીરી સી.ગોસ્વામી,ભારતીબેન ગોબરભાઈ, સરોજબેન અરવિંદભાઈ, પ્રવિણભાઈ નટુભાઈ, મનોજભાઈ જેરામભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઇ.
અન્ય સમાચારો પણ છે...