તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલાપુર રેલવે સ્ટેશને કામ કરતી શ્રમિક મહિલાનું પતિની સામે ટ્રેનની અડફેટે મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતર તાલુકાનાં લીલાપુર ગામ રેલવે સ્ટેશને રેલવે ટ્રેક પર તા.11 જાન્યુઆરી કામ કરતા સમયે અચાનક ટ્રેન આવી હતી. આથી પોતાની જાતને બચાવવાનો પત્નીએ પ્રયાસ કર્યા છતાં માથામાં ગંભીર ઇજા થતાં પતિની નજર સામે તેનુ મોત નિપજ્યું હતું.

લખતર તાલુકાનાં લીલાપુર રેલવે સ્ટેશને મજૂરો ટ્રેક ઉપર કામ કરતાં હતાં. રેલવે સ્ટેશને ટ્રેકની બાજુમાં ઊગેલ ઘાસનું કામ મજૂરો કરતાં હતાં. ત્યારે ટ્રેન આવવાનો સમય થતાં મજૂરો ટ્રેક પરથી કામ બંધ કરી દૂર થયેલા. પરંતુ આ દરમિયાન તરત જ ડાઉનમાં ઇન્ટરસિટી આવતાે મધ્યપ્રદેશના ફુલેરી ગામની અને હાલ લીલાપુર રેલવે સ્ટેશને મજૂરી કરતાં 42 વર્ષના લીલાબેન દિનેશભાઈ વસુનીયાનું ટ્રેન અડફેટે ઇજા થઇ હતી. અને બાદમાં તેઓનું મોત થયુ હતુ.

એક ટ્રેન આવતા કામ બંધ કરી ટ્રેક ઉપરથી હટી ગયા ત્યાં અચાનક જ બીજી ટ્રેન આવી
 અમે 8-10 મજૂરો ટ્રેક ઉપર કામ કરતા હતા ત્યારે એક ટ્રેન આવવાની ખબર પડતાં અમે ટ્રેક ઉપરથી હટી ગયા હતા. પરંતુ ત્યારે જ બીજી ટ્રેન અચાનક આવતાં બીજા બધા કૂદીને બચી ગયેલ. અને મારા પત્નીને ટ્રેનની ટકકર લાગતાં તેઓનું મૃત્યુ થયુ હતુ. દિનેશભાઈ વસુનીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો