તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુત્રાપાડામાં રેશનીંગની દુકાનની જેમ દારૂ ખરીદવા લાગે છે લાઇનો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુત્રાપાડા અને આજુબાજુ ના વિસ્તાર માં દારૂ બંધી હોવા છતાં મોટા પ્રમાણમાં બેફામ દેશીનું વેચાણ થઈ રહ્યું છે. વચ્ચે થોડો સમય દારૂનું વેચાણ બંધ રહ્યા બાદ હાલના સમયમાં વિદેશી દારૂનું વેચાણ કદવાર બસ સ્ટેન્ડ ની બાજુમાં ખુલ્લે આમ થઈ રહ્યું છે. તેમજ સુત્રાપાડામાં ઉપલાપાડા દરબાર વિસ્તાર બાપા સિતારામની મઢૂલી પાસે, ઉપલાપાડામાં પાણીની ટાંકી સામે, અનુરાગનગરની સામે કંડલા સોસાયટી જેવા વિસ્તારોમાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. જેના લીધે હાલ સુત્રાપાડા શહેર નો માહોલ બગાડવાનો ભય લોકોમાં સેવાઇ રહ્યો છે. જેના લીધે દેશી દારૂ પીરસી ગરીબ લોકોના રૂપિયા ખંખેરી લેવામાં આવે છે. આવા મોટા ભાગના લોકો પાસે ઘરમાં બે ટાઈમ જમવાના ફાફા પડે છે એવા લોકો દેશી દારૂ ની લત ના લીધે એમના પરિવારનું ભરણ પોષણ ની જવાબદારી નિભાવવાના બદલે દારૂ પીને જ્યાં ત્યાં પડિયા રહે છે. જેના લીધે આવા લોકોના કુટુંબો બરબાદ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા દારૂનું વેચાણ વહેલી તકે બંધ કરાવવાની માંગ કરાઈ છે. જો આવું નહીં કરે તો જનતા રેડ કરવાની લોકોએ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો