તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરપ્રાંતીય યુવાનો ઉપર વીજળી પડતા 1 નું મોત, 2 ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાં બે, ત્રણ દિવસના અસહ્ય બફારા બાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા એક કલાકમાં દોઢ ઈંચ જેટલું પાણી પડયું હતું. દરમિયાન બંદર વિસ્તારમાં વિજળી પડતા જે.જે. ફિશ ફેક્ટરીમાં કામ કરતાં બિહારના અનાઈઠ (ભોજપુર)ના રહેવાસી કિશન કુમાર(ઉ.વ.20) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે સંજય કમલેશ(ઉ.વ.20) અને દિપક સુભાષ(ઉ.વ.19) ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે પેટીયું રળવા આવતા પરપ્રાંતિય શ્રમિકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...