વલ્લભીપુરમાં હળવા ઝાપટા વરસ્યા, અન્યત્ર મેઘવિરામ

Vallabhipur News - light rains in vallabhpur thunderstorms elsewhere 074624

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:46 AM IST
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 15 સપ્ટેમ્બર

ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવા માસમાં હવે મેઘવિરામ થયો છે જો કે વલ્લભીપુરમાં આજે સાંજે હળવા ઝાપટા સાથે 4 મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આખો દિવસ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ.

આજે વલ્લભીપુર પંથકમાં મોડી સાંજે મેઘસવારી આવી પહોંચી હતી અને 4 મી.મી. વરસાદ હળવા ઝાપટા સ્વરૂપે નોંધાતા આ સિઝનમાં કુલ વરસાદ 940 મી.મી. નોંધાયો હતો. જ્યારે ભાવનગર શહેરમાં આજે આખો દિવસ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે ગઇ કાલે 31.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આવી જ રીતે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 69 ટકા નોંધાયું હતુ જ્યારે પવનની ઝડપ બે કિલોમીટર ઘટીને 8 કિ.મી. હતી.

X
Vallabhipur News - light rains in vallabhpur thunderstorms elsewhere 074624

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી