તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોરઠ ભરમાં કમોસમી વરસાદ, કેરીને નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બુધવારે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો અાવતા સોરઠ પંથકમાં આકાશમાં કાળાડીબાંગ વાદળો છવતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ત્યારબાદ આ વાદળ છાયા વાતાવરણના કારણે ઊના, વેરાવળ, કાજલી, કોડીનાર, તાલાલા, માળિયા સહિતનાં અનેક સોરઠી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદી ઝાપડુ આવતા રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોના શિયાળુ પાક ઘઉં, બાજરી તેમજ કેસર કેરીના આંબામાં ભારે નુકશાન થયુ હોવાથી જગતના તાતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ વહેલી સવારથી વરસાદી માહોલ બાદ બપોર પછી આકાશમાં વાદળો છુટા પડતા ખુલ્લુ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે હાલમાં રાજ્યમાં સ્વાઇન ક્લુ અને ડેન્ગ્યું જેવા રોગોનો પગ પેસારો થયો છે ત્યારે કમોસમી વરસાદનાં કારણે રોગચાળો ફલાવાની ભિતી પણ છવાઇ છે.

ઊના | મંગળવારે વહેલી સવારે ઊના પંથકમાં ઊના સહિત ગીરગઢડા, સામતેર, સનખડા, કાણકબરડા, જરગલી, દેલવાડા, સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટુ અાવતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. જેમાં ખાસ કરીને ઘઉંનાં અને કેરીના પાકને ભારે નુકશાન થવાની ખેડૂતોમાં ભિતી સેવાઇ રહી છે.

માંગરોળ | માંગરોળમાં અડધો કલાક સુધી પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા રસ્તા ઘઉં, બાજરી, જુવાર, ધાણા, ચણા તેમજ કેરીનાં સહિતનાં પાકને ભારે નુકશાન થયું છે.

કાજલી માર્કેટ યાર્ડમાં પાંચ હજારથી વધુ ગુણી મગફળી પલળી, લાખોનું નુકસાન
કાજલી | વેરાવળનાં કાજલી યાર્ડ ખાતે ઘઉં, ચણા, મગફળી, ધાણા, તૂવેર, બાજરો, જૂવાર સહિત પાકોની આવક શરૂ થઇ છે. જેમાં હાલ ટેકાનાં ભાવે મગફળીની ખરીદી શરૂ છે. જેને લઇ 5 હજારથી વધુ ગુણીઓ મેદાનમાં પડી છે. ત્યારે બુધવારનાં સવારે 6:45 કલાકે 20 મિનીટ સુધી કમોસમી વરસાદ આવી પહોંચતા ખુલ્લા મેદાનમાં પડેલી મગફળી પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને 45 થી 50 લાખ સુધીનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તસવીર-દેવાભાઈ રાઠોડ

સનખડા ગામમાં લાલ મરચા પલળી ગયા
ઊના પંથકનાં સનખડા ગામમાં લાલ મરચાનું વેચાણ માટેનો જથ્થો પડેલો હોય અચાનક વરસાદનું ઝાપડુ આવી ચઢતા મરચા પલડી જતાં મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. તસવીર-જયેશ ગોંધીયા

કોડીનાર પંથકમાં આંબામાં મોર ખરી ગયાં
☻કોડીનાર તાલુકામાં સવારે 7 વાગ્યે ધીમીધારે કમોસમી વરસાદ પડતા રસ્તા પર પાણી વહ્યાં હતાં. અને વરસાદને લઇ પંથકમાં આંબામાંથી મોર ખરી જતાં કેરીનાં પાકને ભારે નુકશાન થવાની શક્યતા છે. તસવીર-મીલાપ સુચક

માળિયામાં રાત્રીનાં સમયે વરસાદ પડ્યો
માળિયા હાટીના શહેર અને તાલુકાનાં ગ્રામીણ વિસ્તારમાં રાત્રીનાં 3:30 કલાકે ધીમેધારે વરસાદ વરસતા રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાયા હતાં. આ કમોસમી વરસાદને કારણે માળિયા પંથકમાં ઘઉં, જીરૂં અને આંબાનાં પાકમાં આંશિક નુકશાન થયું હોવાનું ખેડૂતોમાંથી જાણવા મળ્યું હતું.

ગીરગઢડામાં રસ્તા પર પાણી ફર્યા
ગીરગઢડામાં થોડીવાર વરસાદ વરસતા જ રસ્તા પર પાણી ફળી વળ્યાં હતાં બાદ શહેરનાં માર્ગો પર પાણીના ખાબોચીયા ભરાયા હતા.

તાલાલા પંથકમાં વરસાદથી કેરીનાં પાકને નુકસાન
ભાસ્કર ન્યૂઝ | તાલાલા

ગીર પંથકમાં કેસર કેરીનાં પાક માટે સારી ફૂટ થયા બાદ ઠંડીનો પીરીયડ લાંબો સમય ચાલતા કેરીનાં મોરનાં મોરમાં ક્રમશ: નુકશાન થતું ગયેલ છેલ્લા બાર દિવસથી સુર્યપ્રકાશ વાળા તાપમાનનું પ્રમાણ જળવાઇ જવા લાગતા કેરીનાં પાછતરા ફૂટેલા મોરમાં કેરી થવાની સંભાવના ખેડુતો જોઇ રહયા હતાં. પરંતુ છેલ્લા બે દિવસથી ગીરમાં બગડેલા વાતાવરણમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે રાત્રીનાં ઝાકળવર્ષા થવા લાગતા કેરીનાં મોર બળીને ખરવા લાગેલ મંગળવાર ઝાકળ સાથે કમોસમી વરસાદથી કેરીનાં પાકને વધુ નુકશાન થતા કેરી ઉત્પાદક ખેડુતોની સ્થિતિ કફોડી બની છે. તસવીર-જીતેન્દ્ર માંડવીયા

વેરાવળમાં વરસાદથી પાક ઢળ્યો
વેરાવળ પંથકમા ઘંઉ, ઘાણા, બાજરો, ચણા સહિતનાં પાકોની કાપણી થયેલ છે. ત્યારે 20 મિનીટ વરસાદ પડતા ખેડૂતોનો નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો