વિરનગરની સ્કૂલમાં એલઆઈસી બ્રાન્ચ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ | વિરનગરની નાલંદા સ્કૂલમાં એલ.આઈ.સી. બ્રાન્ચ ગોંડલ દ્વારા એલ.આઈ.સી.ના 63 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ધોરણ 1 થી10ની પરીક્ષામાં ગત વર્ષે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમજ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોંડલ એલ.આઈ.સી. બ્રાન્ચના મેનેજર ભવનેશભાઈ ભટ્ટ, ધીરેનભાઈ વ્યાસ, નિલેશભાઈ ઘોણીયા, કેશુભાઈ ડોબરીયા, શાળા સંચાલક મંડળના મહામંત્રી હિતેશભાઈ રામાણી, સંજયભાઈ ચોથાણી, સંસ્થાના ડિરેક્ટર ભાવેશભાઈ વેકરીયા, દિવ્યેશભાઈ, કેતનભાઈ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને વેગવંતો બનાવાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા જીવનમાં એલ.આઈ.સી. અને બચતના મહત્વ વિષે પોતાની કાલીઘેલી ભાષામાં વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આ તકે બ્રાંચ મેનેજર દ્વારા વિદ્યાર્થીઓને તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...