• Gujarati News
  • વાંકાનેરયાર્ડમાં સંચાલકો અને કમિશન એજન્ટો વચ્ચે માલચોરી અને અન્ય

વાંકાનેરયાર્ડમાં સંચાલકો અને કમિશન એજન્ટો વચ્ચે માલચોરી અને અન્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરયાર્ડમાં સંચાલકો અને કમિશન એજન્ટો વચ્ચે માલચોરી અને અન્ય બાબતોએ ઊભી થયેલી ગાંઠ અને આક્ષેપોની આતશબાજી આજે સમાધાનના અંતે ઉકેલાઈ ગઈ હતી. સોમવારથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. શુક્રવારના રોજ વાંકાનેર માર્કેટિંગયાર્ડમાંથી કમિશન એજન્ટના ખેડૂતની એક બોરી ચોરાઈ જવાના મામલે યાર્ડ સંચાલકો અને કમિશન એજન્ટો વચ્ચે ગરમાગરમી અને સામસામે આક્ષેપબાજી થયા બાદ એજન્ટોએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો જયારે, યાર્ડ સંચાલકો તરફથી પણ અક્કડ વલણના પગલે જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી ખેડૂતોને વાંકાનેર યાર્ડમાં પોતાની જણસો વેચાણ અર્થે લાવવાનું બોર્ડ લખી નાખ્યું હતું જેના પરિણામે શુક્રવાર સવારથી વાંકાનેર યાર્ડમાં હરાજી ઠપ્પ થઇ ગઈ હતી. બન્ને પક્ષોની લડાઈ વચ્ચે ખેડૂતોનો મરો થતો હોય શનિવારની સવારથી બન્ને પક્ષો બેઠક યોજી એકબીજાની રજૂઆત કરતા અંતે થોડી ઘણી બન્ને પક્ષોની બાંધછોડના અંતે સમાધાન થયું હતું.

} યાર્ડમાંનાની ચોરીનો મામલો સ્થાનિક રીતે હલ કરવામાં આવશે

}મોટીચોરીની કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવશે અને તેના ઉકેલ આવ્યે જરૂરી વળતર

}આવનારજણસોને યાર્ડના મજૂરો થકી ઉતારીને યોગ્ય જગ્યાએ મુકાવાશે અને

}વ્યવસ્થામાંકોઈપણની દખલ ધ્યાને નહીં લેવાય

}યાર્ડેગોઠવેલ જણસ રાખવાની વ્યવસ્થામાં કોઈ ખેડૂત ઉલ્લંઘન કરશે તો તેની જણસ

}3દિવસ સુધી હરાજી નહીં કરાય

}કમિશનએજન્ટો જો કોઈ ગેરરીતિ (માલ ગોઠવવામાં) કરશે અને સાબિત થશે તો એક

}અઠવાડિયાસુધી તેનું દલાલીનું લાઇસન્સ રદ્દ કરવામાં આવશે

}ચોરીનેઅટકાવવા જરૂરી તમામ પ્રયાસો બંને પક્ષોથી હાથ ધરવામાં આવશે

ક્યા મુદ્દા પર થયું સમાધાન

વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો મામલો

થાળે પડ્યો, હડતાળ સમેટાઈ

યાર્ડ સંચાલકો અને કમિશન એજન્ટો વચ્ચે પડેલી ગાંઠ ઉકેલાઇ