જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીજિલ્લામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ૨૭ થી ૩૦ જુન દરમિયાન મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પ્રાથમિક સારવારની તાલીમ અપાશે. ઉપરાંત ૨૭ થી જુલાઈ સુધી ૧૦૮ ડેમો અને પ્રાથમિક સારવાર માટેના કાર્યક્રમો યોજાશે. જેમાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયાની શાળામાં ૧૦૮ ની ટીમ જઈને શાળાના બાળકોને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરશે. મોરબી પાલિકાની ફાયર શાખા દ્વારા ૨૮ થી જુલાઈ સુધી ફાયર સેફટી ડેમો અને મોકડ્રીલ યોજાશે જેમાં ફાયરની ટીમની કામગીરી અને તૈયારીઓ અંગે માહિતી પૂરી પડાશે.જયારે જુલાઈના રોજ શાળામાં લેકચર અને લાઈવ ડેમોનસટ્રેશન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...